સંસ્થા શૈક્ષણિક ઉપરાંત સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહે છે.
દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે.

સામાજિક પ્રવૃત્તિઓ
મેડિકલ સેવાઓ - નેત્રનિદાન ઉપચાર કેમ્પ

સંસ્થામાં ધીરજલાલ પરમાણંદ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ,જિલ્લા અંધત્વ નિયંત્રણ સમિતી-અમરેલી તથા શિવાનંદ મીશન વિરનગરના સહયોગથી દર બે મહીને વિનામૂલ્યે નેત્ર નિદાન ઉપચાર કેમ્પ યોજાય છે.આજ સુધીમાં 103 કેમ્પ થઈ ચૂક્યા છે.

 આ કેમ્પોમાં દર્દીઓને વિનામૂલ્યે નિદાન તથા મોતીયો,ઝામર,પરવાળા વગેરે કોઈપણ પ્રકારના ઓપરેશનો,નેત્રમણી બેસાડવો તથા રહેવુ, જમવું વગેરે તમામ સવલતો વિનામૂલ્યે પુરી પાડે છે.

ચશ્મામુક્તિ શિબિર

 સન્ 2002માં સંસ્થાએ સતત દસ દિવસની રેસીડેન્સીયલ ચશ્મામુક્તિ શિબિર રાખેલ તેમાં યોગની વિવિધ કસરતો દ્વારા ચશ્માના નંબરો ઉતારેલા.તેમાં ગુજરાતભરના કુલ 492 દર્દીઓએ લાભ લીધેલ.

પહેલા ધોરણથી જ સમયને અનુરૂપ બાળકોને અંગ્રેજીનું સામાન્યજ્ઞાન આપવામાં આવે છે.પરંતુ આ બધું બાળક ઉપર બોજારૂપે લાદવામાં આવતુ નથી.હસતા હસતા,રમતા રમતા બાળક જેમ જેમ વિષય આત્મસાત કરતો જાય તેમ આગળ વધવામાં આવે છે.

સંસ્થા દ્વારા યોજાયેલ વિવિધ રોગના નિદાન ઉપચાર કેમ્પ
કેમ્પનું નામસંખ્યા
 નેત્રનિદાન ઉપચાર કેમ્પ 103
 સર્વરોગ નિદાન ઉપચાર કેમ્પ 03
 પોલીયો નિદાન ઉપચાર કેમ્પ 02
 આયુર્વેદિક નિદાન ઉપચાર કેમ્પ 17
 દંતયજ્ઞો 04
 એક્યુપ્રેશર કેમ્પ 03
 હોમિયોપેથી કેમ્પ 02
અન્ય સેવાઓ
રાષ્ટ્રીય ભાવનાની સંપોષક પ્રવૃત્તિઓ
gurukulsangh