ધાર્મિક પ્રવૃત્તિઓ
દેવસેવા
સંસ્થામાં પ્રાર્થનામંદિર માત્ર છાત્રાલયના બાળકો પૂરતુ મર્યાદિત નથી.ગામમાંથી અનેક શ્રદ્ધાળુઓ નિયમિત મંદિરે દેવદર્શને આવે છે. જન્માષ્ટમી, રામનવમી, ગુરુપૂર્ણિમા, નરનારાયણ જયંતિ, વામનજયંતિ, ગણેશ ચતુર્થી, હનુમાન જયંતિ, ધનુર્માસ વગેરે વિવિધ ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરરોજ ઠાકોરજીને ત્રણ વખત થાળ,રોંઢે મેવો,બે વખત આરતી વગેરે નિયમિત સેવાપૂજા થાય છે. ‘દેવંભૂત્વા દેવં યજેત’ વૈદિક આદર્શ પ્રમાણે ઠાકોરજીની સેવાપૂજા થાય છે.જે ભક્તોએ વાર્ષિક અનામત તિથિઓ બંધાવી છે. તેમના તરફથી તે દિવસે ઠાકોરજીને પાકો થાળ ધરાવવામાં આવે છે.
મહાપૂજા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જુનાગઢમાં વૈદિક વિધિવિધાન પ્રમાણેની પાંચરાત્ર આગમ અંતર્ગત’વાસુદેવાહાત્મ્ય’માં આવતી મહાપુજા પ્રવર્તાવી.આ મહાપુજામાં ભગવાનના બધા અવતાર વરૂપો, દેવો, ઋષિઓ, નક્ષત્રો, ગ્રહો, દિગ્પાળો, તીર્થો, રુદ્રો વગેરેનું વિધિવત્ પૂજન કરવામાં આવે છે. તેનાથી શારીરિક, માનસિક, કૌટુંબિક, શત્રુ સંબંધી, ભૂતપ્રેતાદિ કે ગ્રહનડતર સંબંધી દરેક પ્રકારના દુઃખો દૂર થાય છે.
સંસ્થામાં વર્ષોથી ચાતુર્માસમાં મહાપુજા કરવામાં આવે છે.એક મહાપુજાનો ચાર્જ ફક્ત રૂ.2(બે)લેવામાં આવે છે.કોઈપણ ભક્ત પોતાની શ્રદ્ધા અને શક્તિ મુજબની એક કે તેથી વધુ મહાપુજા કરાવી શકે છે. સવાર 7-00 થી 9-00 સુધી મહાપુજા વિધિ કરવામાં આવે છે.તે સમયે યજમાન મહાપુજામાં પુજનનો લાભ પણ લઈ શકે છે તથા અન્ય ભક્તોને દર્શન,પ્રસાદનો લાભ મળે છે.જે તિથિએ મહાપુજા કરાવવી હોય તેની આગોતરી નોંધણી કરાવવાથી થઈ શકે છે.મહાપુજામાં હાજર નહીં રહી શકનાર યજમાનના નામજોગ સંકલ્પ કરીને પૂજન કરવામાં આવે છે.

સત્સંગ સેવાઓ
- સંસ્થા દ્વારા દર વર્ષે આજુબાજુના ગામડાઓમાં પવિત્ર શ્રાવણ માસમાં અખંડ ફરતી ધૂન,સત્સંગ સભા, શિબિરો વગેરેનું આયોજન કરવામાં આવે છે.
- સંસ્થા દ્વારા 11 કરોડ નામજપના લક્ષ્યાંકવાળા ત્રણ જપયજ્ઞો અને તેના હોમાત્મક વિષ્ણુયાગ કરવામાં આવ્યા છે.
- દર વર્ષે સવા કરોડના નામજપના જપયજ્ઞનું આયોજન ચૈત્ર માસમાં કરવામાં આવે છે.
- સંસ્થા દ્વરા દરવર્ષે શ્રીમદ્ ભાગવત્,સત્સંગીજીવન વગેરે વિવિધ જ્ઞાનયજ્ઞો કરવામાં આવે છે.
- સંસ્થા રામનવમી,હરિજયંતિ,જન્માષ્ટમી,વાર્ષિક પાટોત્સવ,ગુરુપૂર્ણિમાં વગેરે ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે.
- સંસ્થા દર વર્ષે મહાવિષ્ણુયાગ કરવામાં આવે છે.
- સંસ્થા દ્વારા યાત્રિકો અને અભ્યાગતોને રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા પુરી પાડવામાં આવે છે.
સાધના કેન્દ્ર
વ્યક્તિ ગમે તે ધર્મસંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતો હોય,પરંતુ દરેક ધર્મમાં સાધનાને મહત્વ આપવામાં આવે છે.સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી સાંસારિક પળોજણોથી દૂર રહીને શાંતિથી ભજન ભક્તિ કરી શકે તે માટે સંસ્થામાં ‘શ્રી સ્વામિનારાયણ સાધના કેન્દ્ર’ ઘણાં સમયથી ચાલે છે. તે માટે સંસ્થામાં ભૂગર્ભ સાધના ખંડો બનાવેલા છે.તેમાં ગમે તે સત્સંગી સાધન-ભજન ભક્તિ કરી શકે છે.સાધકને વિનામૂલ્યે રહેવા, જમવાની તથા પ્રાથમિક સારવાર વગેરેની સગવડતા સંસ્થા તરફથી આપવામાં આવે છે.
સંસ્થાની વિશેષતાઓ પુરતા હવાઉજાસવાળા વિશાળ વર્ગખંડો દરેક ધોરણમાં બેંચની સુવિધા 600 થી પણ વધુ બાળસાહિત્યને લગતા પુસ્તકો ધરાવતી વિશાળ લાઈબ્રેરી વિજ્ઞાન શિક્ષણ માટે સમૃદ્ધ લેબોરેટરી રમતગમતના સાધનો, યોગાસન વગેરે દ્વારા…
સાહિત્ય પ્રકાશન શ્રી સહજાનંદ ગુરુકુળ ખંભા નું સાહિત્ય પ્રકાશન ક્ષેત્રે આગવું પ્રદાન છે. શૈક્ષણિક અને ધાર્મિક સાહિત્ય સાવ મામુલી કીમતે પ્રગટ કરી સંસ્થા, સમાજ અને સત્સંગ ની ખુબ મોટી સેવા…