ગૌસેવા

સંસ્થા દ્વારા શરૂઆતથી જ ગાયમાતાની સેવા કરવામાં આવે છે.ગૌશાળા માટે હજુ અલાયદુ મકાન નથી.પરંતુ સંસ્થામાં જ ચારથી પાંચ ગાયોને નિભાવવામાં આવે છે.વ્યવસ્થિત ગૌશાળા બનાવવાનું આયોજન છે.

ઠાકોરજી,સંતો,વિદ્યાર્થીઓ અને અભ્યાગતોને ગાયનું ચોખ્ખુ દૂધ,દહીં,છાશ,ઘી વગેરે પુરતા પ્રમાણમાં મળી રહે છે.ગાયોના નિભાવ માટે પ.ભ.શ્રી જાગાભાઈ ભીખાભાઈ વરીયા(ખાંભા,હાલ સુરત)તરફથી સંસ્થાને સાત વિઘા જમીન દાનમાં મળેલ છે.તથા સંસ્થાએ પણ ગૌચર અને કૃષિ શિક્ષણ માટે ત્રણ એકર જમીન સંપાદન કરી છે.

ગાયોના છાણનો હાલમાં ગોબરગ્યાસમાં ઉપયોગ કરવામાં આવે છે.
ભવિષ્યમાં ગાયોના છાણ મુત્ર(ગૌમુત્ર)માંથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સંસ્થાની નેમ છે.

gurukulsangh