સંસ્થાપક અને સંચાલક

સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના અમરેલી જિલ્લાના ખાંભા ગામે ધાતરવડી નદીના રમણીય કિનારા ઉપર આવેલી આ સંસ્થાની સ્થાપના અ.નિ.સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજીએ કરી હતી.

પછાત વિસ્તારના લોકોનું સામાજિક,ધાર્મિક અને આર્થિક ઉત્થાન કરવા પૂજ્ય સ્વામીજી વિના મૂલ્યે દવાઓ,જરૂયાતમંદ લોકોને કપડા,અનાજ વગેરે જીવન જરૂરી ચીજ વસ્તુઓનું મફત વિતરણ, હરિમંદિરોનું નિર્માણ,દર્દીનારાયણની સેવા,સત્સંગ સભાઓ,વ્યસનમુક્તિ અભિયાન,જપયજ્ઞો,ભૂત પ્રેતાદિક,નડતર વગેરે દૂર કરવા,બાળકોને સંસ્કારો સાથે સારૂ શિક્ષણ આપવું વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હતા.

પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ ગામડાઓમાં 50 જેટલા હરિમંદિરોનું પણ નિર્માણ કર્યુ છે. શિક્ષણ સાથે સંસ્કાર સિંચનનું કાયમી સદાવ્રત ચાલ્યા કરે એવા શુભાશયથી અને સ્થાનિક હરિભકતો શ્રી મોહનબાપા અને વલ્લભબાપા બોડા, મોહનબાપા મકવાણા, હરગોવિંદદાદા વ્યાસ વગેરેની લાગણી અને માગણીને માન આપીને પૂ.શાસ્ત્રી સ્વામીએ જીવનની ઉત્તરાવસ્થામાં શ્રી સહજાનંદ ગુરુકુળ શિક્ષણ સંસ્થાનું નિર્માણ કર્યુ.

આ સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ બનીને પાંગરતી જાય છે.

સંસ્થા દ્વારા શૈક્ષણિક,સામાજિક અને આધ્યાત્મિક અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે.

swami dharamprasad

શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી

swami radharamandasji

શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી

gurukulsangh