શૈક્ષણિક પ્રવૃત્તિઓ
બાળમંદિર

શિક્ષણના શ્રી ગણેશ બાલમંદિરથી થાય છે.બાલમંદિરમાં બાળકને શાળાભિમુખ કરવાનો હોય છે. બાલમંદિરમાં બાળક ઉપર શિક્ષણનો બોજો લાદવાનો નથી.પરંતુ તેને શાળા પ્રત્યે આત્મિયતા બંધાય, સમુહજીવનજીવતા શીખે,ઘરથી છુટું પડતા શીખે એ મુખ્ય આશય છે.

 ઘનશ્યામ બાલમંદિરમાં બાળક સાથે સુકોમળ પુષ્પ જેવો પ્રેમાળ વ્યવહાર કરવામાં આવે છે.બાળકને સામાન્યજ્ઞાન સાથે સંસ્કાર અને શિષ્ટાચાર શીખવવામાં આવે છે.પણ આ બધું જ પ્રેમથી.

અનુભવી અને પ્રેમાળ શિક્ષિકા બહેનો બાળકોનું ઘડતર કરે છે.
વિવિધ રમકડાં અને રમતો દ્વારા બાળકના બાળમાનસનો વિકાસ થાય તેવું આયોજન કરવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા

બાલમંદિરમાં આપેલા સંસ્કારો સાથે શિક્ષણની શરૂઆત પહેલા ધોરણથી થાય છે.તેમાં પણ પૂર્ણ લાયકાત ધરાવતા અને અનુભવી બહેનો બાળકોને પ્રેમથી ભાષા,ગણિત,પર્યાવરણ વગેરે વિષયો શીખવે છે.

પહેલા ધોરણથી જ સમયને અનુરૂપ બાળકોને અંગ્રેજીનું સામાન્યજ્ઞાન આપવામાં આવે છે.પરંતુ આ બધું બાળક ઉપર બોજારૂપે લાદવામાં આવતુ નથી.હસતા હસતા,રમતા રમતા બાળક જેમ જેમ વિષય આત્મસાત કરતો જાય તેમ આગળ વધવામાં આવે છે.

ત્રીજા ધોરણથી બાળકને વિષય શિક્ષણ સાથે કોમ્પ્યુટરનું પણ શિક્ષણ આપવામાં આવે છે. સાત ધોરણ સુધી પહોંચતુ બાળક એમ.એસ.ઓફિસ ઓપરેટ કરતુ થઈ જાય છે.આ અમારા કોમ્પ્યુટર શિક્ષણની વિશિષ્ટતા છે.દરેક બાળક ઉપર વ્યક્તિગત દેખરેખ રાખવામાં આવે છે.સમયોચિત માર્ગદર્શન આપવામાં આવે છે અને પૂરતી પ્રેક્ટીસ કરાવવામાં આવે છે.

શ્રી જ્ઞાનધર્મ સ્વામિનારાયણ વિદ્યાલય

સાત ધોરણ સુધી બાળકનો સર્વાંગી વિકાસ કરાવ્યા પછી તેનું સાતત્ય ટકી રહે તે માટે સંસ્થાના કેમ્પસમાં જ માધ્યમિક વિદ્યાલય પણ ચલાવવામાં આવે છે.જેમાં જે તે વિષયના ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.એકવાર બાલમંદિરમાં દાખલ થયેલ બાળકને એસ.એસ.સી.સુધી ક્યાંય જવું પડતુ નથી.

પ્રાથમિકથી જ અમારી શાળામાં ભણતા બાળકને એસ.એસ.સી.માં સારા ગુણે પાસ થવાની ગેરંટી આપવામાં આવે છે.શાળાનું એસ.એસ.સી.નું પરિણામ છેલ્લા પાંચવર્ષથી 90 થી 100 ટકા આવે છે. ગણિત-વિજ્ઞાન,અંગ્રેજી અને કોમ્પ્યુટર વિષય પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

સંસ્કૃત પાઠશાળા

સંસ્થા દ્વારા છેલ્લા સન્ 1998થી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી સંસ્કૃત પાઠશાળા ચાલે છે.પાઠશાળાના પ્રેરણાંમૂર્તિ અને દાતા વડોદરાના પ.ભ.શ્રી અનિલપ્રસાદ ત્રિવેદી સાહેબ છે.

ભારતીય સંસ્કૃત્તિની’માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ,અતિથિદેવો ભવ,આચાર્ય દેવો ભવ,સર્વે સુખિનઃ સન્તુ,’જેવી કુટુંબ,રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણની ઉદાતભાવનાનું બાળકમાં બીજારોપણ થાય તેવા શુભાશયથી શ્રી ત્રિવેદી સાહેબની લાગણી અને માંગણીને માન આપીને સંસ્થાએ સંસ્કૃત પાઠશાળા શરૂ કરી.છાત્રો અને વાલીમંડળનો પણ ખૂબ સારો સહકાર મળ્યો અને હજૂ મળે છે.

પાઠશાળામાં શરૂઆતમાં ખાંભાના વિદ્વાન અધ્યાપક શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય બાળકોને સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ આપતા.પરંતુ શાસ્ત્રી દેવવલ્લભદાસજી સ્વામી અભ્યાસ કરીને આવ્યા પછી તેમણે પાઠશાળાનું સુકાન સંભાળ્યુ છે.દર વર્ષે શાળામાંથી 100 થી 120 જેટલી સંખ્યામાં બાળકો પ્રારંભથી માંડીને વિશારદ સુધીની સંસ્કૃતની પરીક્ષાઓ આપે છે.

પાઠશાળાનું પરિણામ 95 ટકાથી નીચે ક્યારેય આવ્યુ નથી.મોટેભાગે 100 ટકા જ આવે છે.બાળકો શાલેય શિક્ષણની સાથે સાથે સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ મેળવે છે.

પાઠશાળામાં કોઈપણ નાતજાત કે લીંગના ભેદભાવ વિના ભણતરની ભૂખને જ લાયકાત માનીને પ્રવેશ આપવામાં આવે છે.
પાઠશાળામાં સંસ્કૃત પરીક્ષાબોર્ડની ફી સિવાય કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.અર્થાત્ વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે અને ઉતીર્ણ થનાર દરેક વિદ્યાર્થીને પુરસ્કાર આપવામાં આવે છે.

છાત્રાલય

સંસ્થા દ્વારા ચાલતા છાત્રાલયમાં ધો.5 થી 9ના છાત્રોને લેખિત મૌખિક પરીક્ષા લઈને પ્રવેશ મળે છે.એક સત્રની રૂ.5500 જેવી નજીવી ફીમાં બાળકોને અભ્યાસ માટે સ્વતંત્ર ડેસ્ક,ત્રણ ટાઈમ પૌષ્ટિક અને સાત્વિક જમવાનુ,એક ટાઈમ નાસ્તો વગેરે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે.

ગરીબ પરિવારના તેજસ્વી બાળકોને સંસ્થામાં લવાજમમાં રાહત આપવામાં આવે છે અને શિષ્યવૃત્તિ પણ મળે છે.
મફત નોટબુકો, પેન, પેન્સીલ, પાઠ્યપુસ્તકો વગેરેનું પણ સમયોચિત વિતરણ કરવામાં આવે છે.

બુકબેંક યોજના

સંસ્થામાં અભ્યાસ કરતા પ્રાથમિક તથા માધ્યમિકના તમામ છાત્રોને વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો તથા અભ્યાસ સહાયક પુસ્તકો આપવામાં આવે છે.

દેવ સ્કોલરશીપ

સંસ્થામાં અભ્યાસ કરતા તમામ તેજસ્વી છાત્રોને મેરીટ સ્કોપલશીપની પરીક્ષા લઇને તેમાં ડીસ્ટીંકશન કલાસ લાવનાર દરેક છાત્રોને દેવસ્કોપલશીપ આપવામાં આવે છે.

લાઇબ્રેરી

સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે સંસ્થા બાળ સાહિત્ય પુસ્તકાલય -લાઇબ્રેરી પણ ચલાવે છે.

gurukulsangh